ગુજરાતમાં 25 જુનથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, આ વેબસાઇટ પર કરી શકાશે અરજી 2021

ગુજરાતમાં 25 જુનથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, આ વેબસાઇટ પર કરી શકાશે અરજી 2021

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડૉક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર છે. 25 જુનથી RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે અરજી કરી શકે છે. આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

5 જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેતા જરૂરી દસ્તાવેજોની માહિતી પણ વેબપોર્ટલ પર દર્શાવવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે જિલ્લા સ્તરે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન આવેલી અરજીઓ જિલ્લા શિક્ષણાધિકારી સ્તરેથી એપૃવ કરાશે. જે અરજી રિજેક્ટ થશે તેનું કારણ અચૂક જાહેર કરવાનું રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણનું સંપુર્ણ માળખુ ખોરંભે ચડેલું છે. શાળાઓ પણ નથી ચાલી રહી. આ ઉપરાંત એડ્મિશન સહિતની કામગીરી પણ ખોરંભાયેલી છે. આ વર્ષે ધોરણ 1થી12નાં વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
20-06-2021